AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું, BJPમાં જોડાવાની અટકળો વચ્ચે કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-13 11:20:57

ગુજરાત વિધાનસભા માટે 182 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 182 બેઠકોના ધારાસભ્ય હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. માટે હવે સંખ્યા બળ 181 થઈ ગઈ છે અને સાથે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે ચાર ધારાસભ્યો થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી એવી અટકળો ચાલતી હતી કે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. એવી અટકળો ચાલી રહી હતી પરંતુ આજે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.

Image

આમ આદમી પાર્ટીને મોટો ફટકો!

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવા પહોંચ્યા હતા. શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે ગમે ત્યારે તે કેસરિયો ધારણ કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે અને તે લોકસભાની સાથે યોજાય તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે તેવી માહિતી સામે આવી છે.    

Aam Aadmi Party MLA Bhupat Bhayani resigns, joins BJP આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે