AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, અનેક મુદ્દાને લઈ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-01-22 11:36:24

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્ટીવ મોડમાં દેખાઈ રહ્યા છે. ડેડિયાપાડા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જેમાં તેમણે નર્મદા જિલ્લાના સરકારી કામકાજને લઈ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

   

સરકારી અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય સતત ચર્ચામાં રહે છે. ધારાસભ્યો અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયું હતું જેમાં ચૈતર વસાવાએ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 


અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરી 

સરકારી કામો મામલે આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં નર્મદા જિલ્લાના મદદનીશ આદિજાતી કમિશ્નરે આદિજાતિને ફાળવવામાં આવતું બજેટનો વહીવટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળીને કરી લીધો છે. બાળકો માટે આવેલા 7.50 કરોડ રૂપિયામાં વધારે એસ્ટીમેટ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો છે. આવા આરોપો લાગતા ખડભળાટ મચી ગયો છે.    


નલ સે જલ યોજનાને લઈ સરકાર પર સાધ્યું નિશાન 

તે સિવાય નલ સે જલ યોજનાને લઈને પણ સરકારને તેમણે ઘેરી હતી. તેમણે કહ્યું કે નલ સે જલ યોજના પૂર્ણ બતાવેલી છે પણ કોઈ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી. ઉપરાંત શાળા અને આશ્રમ શાળા માટે ગુજરાત પેટર્નની દર વર્ષે આવતી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટના રૂપિયા પણ પોતાની લાગે વળગતી એજન્સીએ બારોબાર ચૂકવી દીધા છે.  તે સિવાય વન વિભાગના અધિકારીઓ  પર પણ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે