TET-TAT પાસ ઉમેદવારો માટે AAP MLA Chaitar Vasavaએ વિધાનસભામાં કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-02-21 14:14:39

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાતની જાણ છે. અનેક વખત મુદ્દો ઉઠ્યો છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. એવી અનેક શાળાઓ છે  જે એક જ શિક્ષક પર ચાલતી હોય છે. વિધાનસભામાં સરકાર દ્વારા આ અંગેનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેટલી સરકારી શાળાઓ એક ઓરડામાં ચાલે છે વગેરે વગેરે... શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો અનેક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉઠાવ્યો છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે. 

ચૈતર વસાવાએ ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે કહી આ વાત!

ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમણે આંદોલન કર્યું હતું. કોઈ વખત પતંગ પર લખીને ટેટ ટાટ પાસ  ઉમેદવારોએ વિરોધ કર્યો હતો તો કોઈ વખત નાટક કરીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે