AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 13:09:47

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 93 બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જેને પોતાના ઉમેદવાર ચહેરો જાહેર કર્યો છે તેવા ઇસુદાન ગઢવી જ્યારે મત આપવા પહોંચ્યા હતા ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા.

 

ઈસુદાન ગઢવી સામે લાગ્યા મોદી-મોદીના નારા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન 5 ડિસેમ્બરે યોજાઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત ઝંપલાવી છે. આપે જોરશોરથી પ્રચાર કર્યો હતો. આપે ઈસુદાન ગઢવીને પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કર્યો છે. પરંતુ જ્યારે ઈસુદાન ગઢવી મત આપવા પોલિંગ બુથ પર ગયા ત્યારે જય શ્રી રામ તેમજ મોદી-મોદીના નારા લાગ્યા હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે