Gujaratમાં AAPએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, Arvind Kejriwal તેમજ ભગવંત માન આવ્યા ગુજરાત, ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-15 17:43:54

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો તો આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને વડોદરા ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશ મકવાણા પણ હાજર હતા. તે ઉપરાંત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.    

અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ચૂંટણી જેમ જેમ નજીક આવતી રહેશે તેમ તેમ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે. અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમા સભાને સંબોધશે ત્યારે વડોદરા ખાતેથી આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને તેના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવ્યા છે. પોતાના ભાષણ દરમિયાન બંને નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાછલી વિધાનસભામાં ભાજપના ગઢ ગુજરાતમાંથી અમે 14 ટકા મતો મેળવ્યા છે. ગુજરાતમાં કહેવત હતી જે અહી માત્ર બે પાર્ટી ચાલે પણ અમે ત્રીજી પાર્ટીએ પગ પેસારો કરી કહેવત બદલી નાખી. 

એક દિવસ કેન્દ્રમાં અમારી સરકાર બનશે - અરવિંદ કેજરીવાલ 

વધુમાં તેમણે કહ્યું કે 156 બેઠક મેળવ્યા પછી પણ ભાજપે વિકાસ કાર્યો કરવાના સ્થાને એમ.એલ.એ તોડવાનું કાર્ય કર્યું છે. એ દિવસ દૂર નથી જ્યારે અમે કેન્દ્રમાં સરકાર બનાવીશું.  અત્યાર સુધી ભાજપનો માલ ટ્રાય કર્યો હવે અમારો માલ ટ્રાય કરો. તાજેતરમાં અહીંના સરપંચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ને શાળા બાબતે ટકોર કરી હતી. ગુજરાતમાં ભાજપના ફાઇવ સ્ટાર કાર્યાલય બની રહ્યા છે પરંતુ શાળા નજરે ચડતી નથી.  ચૈતરભાઈને જેલમાં નાખી અને ઉમેશ મકવાણા ઉપર જીવલેણ હુમલો કરાવી તેમને તોડવાનો ભાજપે ઘણો પ્રયાસ કર્યો છે. તેમ છતાં તેઓ અડીખમ ઊભા રહેતા તેમની હિંમતની દાદ આપવી પડે તેમ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે