ગુજરાતના વધુ એક ક્રિકેટરની IPLમાં એન્ટ્રી, સુરતનો ઓલરાઉન્ડર આર્ય દેસાઈ KKR સાથે જોડાયો


  • Published By :
  • Published Date : 2023-04-14 20:50:44

ગુજરાતના વધુ એક ક્રિકેટરે IPLમાં એન્ટ્રી કરી છે, ઉર્વિલ પટેલ બાદ હવે સુરતના ઓલરાઉન્ડર આર્ય દેસાઈની IPLમાં પોતાની જગ્યા બનાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023 માટે આર્ય દેસાઈને સામેલ કર્યો છે. 20 વર્ષીય આર્ય દેસાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સમાં શ્રેયસ ઐયરની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે. પીઠની ઈજાને કારણે અય્યર આ સિઝનમાં રમી શકશે નહીં.  આર્ય દેસાઈને KKRએ 20 લાખની બેઝ પ્રાઈઝ પર સાથે તેની સાથે જોડ્યો છે.


પહેલીવાર IPLનો ભાગ બન્યો


આર્ય દેસાઈએ અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 151 રન બનાવ્યા છે. તેના નામે અડધી સદી છે જેમાં તેણે 88 રનની ઇનિંગ રમી હતી. તેણે સિનિયર લેવલ પર હજુ સુધી કોઈ ટી 20 કે વનડે રમ્યો નથી. તે ડાબોડી બેટ્સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ કરે છે. તે પહેલીવાર IPLનો ભાગ બન્યો છે. તે  અંડર 25 તથા ગુજરાત તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો


દરેક ટીમને 10 મેચ રમવાની બાકી 


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મોટાભાગની ટીમો ચાર-ચાર મેચ રમી ચૂકી છે અને હજુ પણ 10 જેટલી મેચ દરેક ટીમોએ રમવાની બાકી છે ત્યારે કોલકતા નાઇટ રાઇડર્સે આર્ય દેસાઇને સાઇન કર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે