ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ABP C-વોટર સર્વેમાં આશ્ચર્યજનક ઘટષ્ફોટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 19:10:46

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થોડા મહિનામાં યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવામાં લાગ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આ ત્રણેય પક્ષોમાંથી કોણ ગાંધીનગરની ખુરશી મેળશે તેના પર લોકોની નજર છે. જો કે આ વિધાનસભાની ચૂંટણીને લઈ  ABP સી-વોટરના ઓપિનિયન પોલમાં આ વખતે કોની સરકાર રચાશે તે અંગે આશ્ચર્યજનક ખુલાસો કરવામાં આવ્યો છે. 



ભાજપને મળી શકે 131-147 જેટલી બેઠકો


ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ફાળે 131-147 જેટલી બેઠકો આવશે તેવું ABP-C વોટરના સર્વે પરથી જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 32-48 જેટલી સીટો તથા આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી સીટ મળતી હોવાનું અનુમાન છે. અને અન્યના ફાળે 3-5 જેટલી સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


40 ટકા લોકો સરકારથી નારાજ


ABP સી-વોટરના સર્વેમાં લોકોને એક સવાલ પૂછાયો હતો કે, ગુજરાતમાં કેટલા ટકા લોકો વર્તમાન સરકાર બદલવા માગે છે? સવાલના જવાબમાં 34 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું અને બદલવા માગે છે તેમ કહ્યું. જ્યારે 40 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું સ્વીકાર્યું પણ બદલવા ન માગતા હોવાનું કહ્યું. જ્યારે 26 ટકા લોકોએ સરકારથી નારાજ પણ નથી અને બદલવી પણ નથી તેમ જણાવ્યું હતું.


63 ટકા લોકોના મતે BJPની સરકાર બનશે


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે? તેવો ABP C-વોટર સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં 63 ટકા લોકોએ ભાજપ, 9 ટકાએ કોંગ્રેસ તથા 19 ટકાએ AAP જીતશે એમ જણાવ્યું હતું. જ્યારે 2 ટકાએ અન્ય, 2 ટકાએ ત્રિશંકુ સરકાર તો 5 ટકા લોકો ખબર નથી એવો જવાબ આપ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે