મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનામાં 10 લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:42:09

અકસ્માતોની સંખ્ય પ્રતિદિન વધી રહી છે. દરરોજ અનેક અકસ્માત થાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર તમામ મુસાફરો શિરડી ખાતે આવેલા સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા.

બસમાં સવાર 10 લોકોના ઘટના સ્થળે થયા મોત 

શુક્રવારની સવારે એક અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મહારાષ્ટ્રના શિરડી હાઈવે પર થયો છે. બસ અને ટ્રક ભટકાતા બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતને કારણે બસમાં સવાર 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.


અકસ્માતમાં અનેક લોકો થાય છે ઈજાગ્રસ્ત 

દેશમાં અકસ્માતોને કારણે મોત પામનાર લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. કોઈ વખત ખીણમાં પડી જવાથી, કોઈ વખત ઝાડ સાથે ભટકાવવાથી તો કોઈ વખત બે વાહનો વચ્ચે ટક્કર થવાથી અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના નાસિક-શિરડી હાઈવે પર બની હતી. બસમાં સવાર મુસાફરો શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે