રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-23 09:59:07

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે. અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 4 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. 


બે લોકોના ઘટના સ્થળે થયા મોત

અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. ગઈ કાલે મહેસાણા નજીક અકસ્માત સર્જાયો હતો જ્યારે વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલિયાસણ ગામ નજીક ઈકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી જેને કારણે આ એક્સિડન્ટ થયો છે. અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત થયા છે. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


પોલીસની અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી 

ગોઝારા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને મળતી માહિતી અનુસાર ફૂલ સ્પીડમાં આવતી ઈકો કાર ડમ્પરની અંદર ઘૂસી ગઈ હતી. ઈકો કાર અંદાજીત ડમ્પરને ચીરીને બેથી ત્રણ ફૂટ અંદર જતી રહી હતી. ઘટનાની જાણ થતા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોના મોત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ ગંભીર બતાવામાં આવી રહી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે