પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6ના મોત 5 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-02-15 14:26:24

ગુજરાતના રાધનપુર નજીક એક ભયાનક અકસ્માત થતા 6 લોકોના મોત અને 5 ઘાયલ થયા છે. પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર મોટી પિપળી ગામનાં પાટિયા નજીક જીપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ 6ના મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


કઈ રીતે સર્જાયો અકસ્માત?


સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પુરપાટ ઝડપે દોડતી જીપનું ટાયર અચાનક જ ફાટતા જીપ સીધી જ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જીપ ટ્રકમાં ઘુસી જતા જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ જીપમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે