નશાયુક્ત સીરપ: સીરપ કાંડમાં ભાજપના નેતા કિશોર સોઢા સામે કાર્યવાહી, કોષાધ્યક્ષના પદેથી હટાવાયા


  • Published By :
  • Published Date : 2023-12-01 15:53:46

રાજ્યમાં નશાકારક આયુર્વેદિક સીરપનું વેચાણ વધી રહ્યું છે, જો કે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભાજપના એક  નેતાનો પણ સમાવેશ થાય છે. ખેડા LCBએ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે. જો કે ભાજપે કિશોર સોઢા સામે  કાર્યવાહી કરતા તેની પદ પરથી હકાલપટ્ટી કરી છે. 


કિશોર સોઢાને પાણીચું 


ખેડા જિલ્લામાં મેઘાસવ સીરપ પીવાથી થયેલા મોતની ઘટનામાં ત્રણ શંકાસ્પદ આરોપીમાં એક કિશોર સોઢા પણ છે. કિશોર સોઢા  ભાજપના કોષાધ્યક્ષ હતા. જો કે  સીરપકાંડના આરોપસર તેમને પદ પરથી પણ હવે દૂર કરાયા છે.  જિલ્લા ભાજપે કિશોર સોઢાને કોષાધ્યક્ષના હોદ્દા પરથી દૂર કર્યાં છે. ઉલ્લેખનિય છે કે કિશન સોઢા કિરાણા સ્ટોર ધરાવે છે અને તેની દુકાનમાંથી જ આ નશાયુક્ત મેઘાસવ નામનું સીરપ વેંચતો હતો. આ સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે. નશાયુક્ત સીરપ અમદાવાદથી મંગાવવામાં આવ્યું હતું. જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં આ સીરપ સપ્લાય કરનાર એક વચેટિયાનો પણ સમાવેશ થાય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે