ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરનાર શંકર મિશ્રા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-19 17:44:34

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ ચર્ચાઓ થતી હોય છે. 26 નવંબર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે વૃદ્ધ મહિલા પર પેશાબ કરી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ આ વાત બહાર આવી હતી જે બાદ પેશાબ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

  

એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ કરી કાર્યવાહી  

એર ઈન્ડિયાની આ ઘટના બાદ આરોપીને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહિલાએ એર ઈન્ડિયામાં ફરિયાદ દાખલ કરી હતી જે બાદ એર ઈન્ડિયાએ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને લઈને પોલીસે શંકર મિશ્રાની ધરપકડ પણ કરી હતી. ઘટનાના 42 દિવસ સુધી આરોપી ફરાર હતો. પરંતુ અંતે પોલીસે તેમની ગિરફ્તારી કરી લીધી હતી. ત્યારે એર ઈન્ડિયાએ આરોપી શંકર મિશ્રા સામે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત એર ઈન્ડિયાએ 4 મહિના માટે તેમની મુસાફરી પર બેન લગાવી દીધો છે. જેને કારણે શંકર મિશ્રા ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે