હાઈકોર્ટની ટકોર બાદ પણ નબળી કામગીરીને કારણે અધિકારી વિરૂદ્ધ લેવાયા પગલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 14:31:51

રસ્તા પર રખડતા ઢોર ગુજરાતમાં મોટો પ્રશ્ન બની ગયો છે. પશુને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અનેક વાહન ચાલકોને પણ ઢોર કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ જોવા મળે છે. જેને હટાવવાની કામગીરી હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ વિભાગની નબળી કામગીરીને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના વડાને સસ્પેન્ડ કરી દીધા છે. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપુત તેમજ ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો. પ્રતાપ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ બંને અધિકારીની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરને સોંપી દેવામાં આવી છે.  

Stray cattle in India get glow-in-the dark horns to prevent crashes with  vehicles | The World from PRX


હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્રની નબળી કામગીરી

અનેક વખત રસ્તા પર રહેતા ઢોરને કારણે રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચડતી હોય છે. તે ઉપરાંત વાહન ચાલકોને પણ અનેક વખત ઢોરના ઝઘડાનો ભોગ બનવું પડે છે. જેને કારણે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રને ટકોર કરી છે. હાઈકોર્ટે ઢોર પકડવા મામલે તંત્રની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે.

Ahmedabad Blasts Convicts To Move High Court Against Special Court Verdict

અસંતોષ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે આજે પણ શહેરના અનેક વિસ્તારના રોડ પરથી રઝળતાં ઢોરનો ઉપદ્રવ દૂર થયો નથી. સરકારના ફરમાન બાદ પણ અધિકારીઓની ઢીલી નીતિને કારણે રસ્તા પર ગાયો દેખાતી નજરે પડે છે. ગાયોને કારણે અડધા રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે. અત્યાર સુધી તંત્રએ 2323થી વધુ પશુઓને પકડી ડબે પૂરી દીધા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે