ઓપન ઓફરમાં શેર વેચનારાઓને અદાણીની ભેટ, પ્રત્યેક શેર પર મળશે 48 રૂપિયા એકસ્ટ્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:54:14

ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીએ મિડીયા કંપની NDTVને ખરીદવા માટે આડખીલીરૂપ બાબત દુર કરી છે. ટેકઓવરના નિયમો મુજબ તમામ શેર હોલ્ડર્સને સમાન કિંમત આપવી જોઈએ. જો કે આ કેસમાં આવું થયું નથી. અડાણીની કંપની RRPR Holding Pvtએ NDTVના પ્રમોટર પ્રણવ રોય અને રાધિકા રાય પાસેથી 27.26 ટકા ભાગીદારી 342.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદી છે. જ્યારે લઘુમતી શેર હોલ્ડર્સને ઓપન ઓફરમાં 294 રૂપિયા પ્રતિ શેરની ઓફર કરી હતી. આ ઓફર 5 ડિસેમ્બરે બંધ થઈ હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્કેટ રેગ્યુલેટર  SEBI આ મુદ્દે કાર્યવાહી કરી શકે છે.


લઘુમતી શેર હોલ્ડર્સને ચૂકવશે વધુ રકમ


જો કે અદાણી ગ્રુપે આ મુદ્દે પહેલ કરીને ઓપન ઓફર હેઠળ ખરીદવામાં આવેલા  NDTVના શેરો માટે વધુ 48.65 પ્રતિ શેર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે અદાણી ગ્રુપે હવે લઘુમતી સ્ટેકહોલ્ડર્સને પણ પ્રમોટર્સની સમાન જ રકમ ચૂકવી છે.અગાઉ NDTVના પ્રમોટર્સને લઘુમતી સ્ટેર હોલ્ડર્સની તુલનમાં 17 ટકા વધુ રકમ ચૂકવી હતી. હવે  NDTVમાં અડાણી ગ્રુપની ભાગીદારી વધીને 64.7 ટકા થઈ ગઈ છે.  NDTVના ત્રણ રાષ્ટ્રિય ચેનલ ચલાવે છે. જો કે NDTVમાં રોય પરિવારની 2.5 ટકા ભાગીદારી યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે રોય દંપતીની સાથે-સાથે રવિશ કુમારે પણ NDTVમાંથી રાજીનામું આપી દીધુ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે