હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:57:46

વિપુલ ચૌધરીની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજીને ફગાવી નાખી છે. હાઈકોર્ટે આ મામલે અવલોકન આપતા કહ્યું કે આ ગંભીર ગુન્હો છે. રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર કેસ કરવામાં આવ્યો છે. તેમ કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.  


હાઈકોર્ટે ફગાવી જામીન માટેની અરજી 

એક તરફ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મુક્ત કરવા અર્બૂદા સેના જેલ ભરો આંદોલન કરી રહી છે. ગાંધીનગર ખાતે તેવો આંદોલન કરી રહ્યા છે. આંદોલન કરનાર તમામ લોકોની પોલીસે અટકાયત કરી દીધી હતી. વિપુલ ચૌધરીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. ત્યારે તેમણે રાજકીય કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે તેવું કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેમની અરજીનો અસ્વીકાર કરી ફજાવી નાખી છે.         


આંદોલન કરી રહેલી અર્બુદા સેના વધારી શકે છે સરકારની મુશ્કેલી

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ સરકાર ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. ત્યારે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવી અર્બુદા સેના વાળા આંદોલન કરી રહ્યા હતા. જેલ ભરો આંદોલન કરી તેઓ વિપુલ ચૌધરીને જેલમાંથી મુક્ત કરવા મેદાનમાં ઉતર્યા છે. આ બધા વચ્ચે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.  100થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવે છે. પોતાની માગ સાથે અર્બુદા સેના સત્યાગ્રહ છાવણીનો ઘેરાવો કરી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી તેઓ ધરણા કરવાના છે. ત્યારે આ વાતને અર્બુદા સેના વાળા કેવી રીતે લે છે તે જોવું રહ્યું. ચૂંટણી સમયે આવા આંદોલન થાય છે તો તે સરકારીની ચિંતા વધારવાનું કામ કરે છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે