આદિપુરુષ ફિલ્મનું ટીઝર પોસ્ટર લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:48

સાઉથના દિગ્ગજ સ્ટાર પ્રભાસ અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ આદિપુરુષનું ટીઝર પોસ્ટર આજે સવારે લોન્ચ થયું છે. લોકો પોસ્ટર મામલે સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રભાસે આ પોસ્ટરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. 


ક્યારે આવશે આદિપુરુષ ફિલ્મ
આદિપુરુષ ફિલ્મ આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની 12 તારીખે થિયેટરમાં મૂકાશે. આદિપુરુષ Adipurush ફિલ્મ ઓમ રાઉતે ડિરેક્ટર કરી છે. ભૂષણ કુમાર, ક્રિષન કુમાર, ઓમ રાઉત પ્રસાદ સુતાર અને રાજેશ નાયરે પ્રોડ્યૂસ કરી છે. 


પ્રભાસે શું પોસ્ટ કરી છે?

બાહુબલી ફિલ્મથી મોટી લોકપ્રિયતા મેળવનાર સ્ટાર પ્રભાસે પોસ્ટ મૂકતા લખ્યું છે કે, "અમેં અયોધ્યાની સરયુ નદી કિનારે જાદુઈ પ્રવાસ શરૂ કરીએ ત્યારે અમારી સાથે જોડાજો." આ પોસ્ટરમાં પ્રભાસ પોતાના ઘુંટણ પર બેસીને ધનુષ ખેંચતા નજરે પડે છે. ધનુષના તીરની દિશા આકાશ તરફ હોય તેવું નજરે પડી રહ્યું છે. 


આદિપુરુષ ફિલ્મમાં શું ખાસ છે કે લોકોને ગમી રહી છે પોસ્ટ?

500 કરોડના ખર્ચે Adipurush ફિલ્મ પૌરાણિક કથા રામાયણ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી લાઈન અયોધ્યાના રાજા રાઘવના(ભગવાન રામના પાત્રથી પ્રેરાઈને બનાવેલું પાત્ર) જીવન પર આધારિત છે. રાઘવ પોતાની પત્નીને બચાવવા માટે શ્રીલંકા જાય છે અને રાવણ નામના રાજાનો વધ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. કૃતિ સેનન માતા જાનકીના રોલમાં નજર આવશે. 

  



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે