એક દિવસ બાદ ફરી શરૂ થઈ ભારત જોડો યાત્રા, યાત્રામાં પ્રિયંકા ગાંધી અને મહેબુબા થયા સામેલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:15:51

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. ગઈ કાલે યાત્રા સુરક્ષામાં ચૂક થવાને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી યાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ અવંતીપોરાથી ફરી યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી તેમજ પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી પણ સામેલ થયા હતા.


યાત્રાને સ્થગિત કરાઈ હતી

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા નીકાળી હતી. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. આ યાત્રાને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. શ્રીનગર ખાતે રાહુલ ગાંધી ધ્વજવંદન કરશે તે બાદ આ યાત્રા પૂરી થશે.  ગઈ કાલે સુરક્ષા વ્યવસ્થા ખોરવાતા યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. 


પુલવામાં શહીદ થયેલા જવાનોને આપી શ્રદ્ધાંજલિ 

રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન અનેક શહેરો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો ફર્યા છે. આ યાત્રાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે. જમ્મુ પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે આ યાત્રામાં તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. તે સિવાય મહેબુબા મુફ્તી પણ હાજર રહ્યા હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે