ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કર્યા બાદ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 પર પહોંચી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-15 17:12:02

નાગપુર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી મેચ ચાલી રહી છે. ભારતે ચાર મેચની ટેસ્ટ સીરીઝ પહેલા જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને  એક ઈનિંગ્સ અને 132 રનથી હરાવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ રેન્કિંગ અપડેટ થયા હતા જે બાદ ઈન્ડિયાની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન આવી ગઈ છે. ટીમ ઈન્ડિયા એશિયાની પ્રથમ એવી ટીમ છે જે ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. 


ટેસ્ટ રેન્કીંગમાં ભારત આગળ 

ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ મેચ ચાલી રહી છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો છે. નાગપુર ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે 132 રનથી જીત મેળવી લીધી છે. જે બાદ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ રેન્કીંગમાંથી ઓસ્ટ્રેલિયાને પાછળ મોકલી દીધો છે. ઓસ્ટ્રેલિયાના ખાતામાં 111 રેટિંગ પોઈન્ટસ છે જ્યારે ભારતના ખાતામાં 115 રેટિંગ પોઈન્સ છે. ત્રીજા ક્રમે ઈંગ્લેનડની ટીમ છે જ્યારે ચોથા નંબર પર ન્યુઝીલેન્ડની ટીમ છે. 


વનડેમાં પણ ભારત પહેલા ક્રમે 

વન ડેમાં પણ ટીમ ઈન્ડિયાની રેન્કિંગ આગળ છે. 114 પોઈન્ટ સાથે વન ડેમાં નંબર વન સ્થાન પર છે જ્યારે ટી-20માં પણ ભારત નંબર વન સ્થાને છે. 267 પોઈન્ટ સાથે ટી-20માં આગળ છે. બીજા ક્રમે ઈંગ્લેન્ડની ટીમ આવેલી છે જેના પોઈન્ટ 266 છે.  




દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.