ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં દેખાયો આંતરિક વિવાદ, કાર્યકરોએ આપ્યા રાજીનામા


  • Published By :
  • Published Date : 2022-11-10 18:03:35

ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ભાજપના અનેક નેતાઓ અને તેમના સમર્થકો નારાજ થઈ રહ્યા છે. ભાજપમાં ટિકિટની ફાળવણી અંગે નારાજગી સામે નથી આવતી પરંતુ આ વખતે ભાજપમાંથી વિરોધના સુર ઉઠી રહ્યા છે. ભાજપને ભાવનગરના મહુવાથી સૌથી મોટો ઝટકો લાગ્યો છે. શિવાભાઈ ગોહિલને ટિકિટ અપાતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું છે. 


રાઘવ મકવાણાની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની ટિકિટ કપાતા જિલ્લા પંચાયતના સભ્યોએ તેમજ તાલુકા પંચાયતના સભ્યોએ ભાજપને અલવિદા કહી દીધું છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના રાજીનામાથી કોઈ અસર નહીં થાય. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે