અમિત શાહ બાદ સ્મૃતિ ઈરાનીનો ભારત જોડો યાત્રા પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:31:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને લઈ રાજનીતી ગરમાઈ છે. અમિત શાહના કટાક્ષ બાદ સ્મૃતિ ઈરાનીએ પણ યાત્રા પર પ્રહાર કર્યા છે. સ્મૃતિએ ડોડ્ડાબલ્લપુરામાં સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી.

ભાજપના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભારતીય જનતા પાર્ટી અનેક પ્રહારો કરી રહી છે. અમિત શાહ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલની યાત્રા પર અનેક પ્રશ્ન ઉઠાવ્યા છે. યાત્રાની નિંદા કરતા તેમણે કહ્યું રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી. તમે એ વ્યક્તિને પોતાની પાર્ટીના સભ્ય બનાવો છો, જેણે 'ભારત તેરે ટુકડે હોંગે, ઈન્શા અલ્લાહ'નો નારો આપ્યો હતો.

ભારતની અખંડતા પર સ્મૃતિએ ઉઠાવ્યા પ્રશ્ન

પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે કોણે ભારતની એકતાને નુકસાન પહોંચાડ્યું છે, જેના માટે વિપક્ષી પાર્ટીને આ પ્રકારનું અભિયાન ચલાવવાની જરૂર પડી. એક બાદ એક ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. અમિત શાહે રાહુલની ટી-શર્ટ પર કટાક્ષ કર્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે