અમૂલ ડેરી બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, દૂધના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-04-05 12:34:15

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. કોઈ વખત પેટ્રોલના ભાવ વધતા હોય તો કોઈ વખતે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાય છે. પહેલી એપ્રિલે અમૂલ ડેરીએ વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો કર્યો હતો તો આજે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રુપિયાનો વધારો કર્યો છે. 


સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો        

મધ્યમ વર્ગીય પરિવાર મોંઘવારીનો માર સહન કરવા મજબૂર બન્યો છે. જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે. થોડા દિવસ પહેલા અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો તે બાદ આજે સુમુલ ડેરીએ પણ આજે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ લીટરે બે રુપિયાનો વધારો સુમુલ ડેરીએ કર્યો છે.


અમૂલ ડેરીએ પણ કર્યો હતો ભાવ વધારો 

પહેલી એપ્રિલે અમુલ ડેરીએ અમુલ ડેરીએ અનેક આઈટમોમાં ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતે વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે