ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે કરી ટ્વિટ - ગુજરાતનો ભરોસો ભાજપ પર


  • Published By :
  • Published Date : 2022-11-03 13:51:50

ગુજરાત ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ગઈ છે. જે અનુસાર 2 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જ્યારે મતગણતરિ 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે એક ટ્વિટ કરી હતી, જેમાં પાર્ટીએ લખ્યું હતું કે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કમળ ખીલશે.

 

ભાજપ દ્વારા કરવામાં આવેલો પ્રચાર થશે મદદરૂપ?? 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રયાસો કર્યા છે. પ્રચાર માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાતમાં પ્રવાસ કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા ભાજપે 8 ડિસેમ્બરના રોજ તેમની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે ખરેખર 8 ડિસેમ્બરે કમળ ખીલશે કે નહિં તે તો મતદારો જ નક્કી કરશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે