ભાજપ,કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ કરશે પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-16 14:15:14

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે પદભાર સંભાળતા જ ઈસુદાન ગઢવી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ પગલા લેવામાં આવશે.


ઈસુદાન ગઢવીએ સંભાળ્યું પદ 

ગત મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી બાદ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે પદ પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે હવેથી ઈસુદાન ગઢવી સંભાળશે. ઈસુદાન ગઢવીએ પોતાનું પદ સંભાળી લીધું છે. પદ સંભાળ્યા બાદ એક્શન મોડમાં દેખાયા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.


પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે લેવાશે પગલા 

ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ દંડાત્મક પગલા લીધા છે. જે અંતર્ગત અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ દિશામાં આમ આદમી પાર્ટી પણ ચાલવા જઈ રહી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરૂધ કામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે લોકો નિષ્ક્રિય રહ્યા છે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે