ભાજપ બાદ કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો!કોંગ્રેસ શું આપશે મતદારોને વચનો? જાણો ભાજપે શું આપ્યા છે વચનો?


  • Published By :
  • Published Date : 2023-05-02 09:36:38

કર્ણાટકમાં ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ પણ ઘોષણા પત્ર જાહેર કરવાની છે. ભાજપે અનેક વાયદાઓ કર્યા છે પોતાના ચૂંટણી ઢંઢેરામાં. કર્ણાટકમાં અનેક નેતાઓએ પ્રચાર કરી રહ્યા છે. 


કોંગ્રેસ ઘોષણા પત્ર કરશે જાહેર!     

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કર્ણાટકમાં થોડા દિવસો બાદ મતદાન થવાનું છે. ત્યારે મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પાર્ટી પ્રયાસ કરી રહી છે. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રચાર કરવા માટે દિગ્ગજ નેતાઓ કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપ દ્વારા ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવવાનો છે. 


દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં કરી રહ્યા છે પ્રચાર! 

ભાજપ માટે પ્રચાર કરવા વડાપ્રધાન પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન અનેક રેલીઓ તેમજ જનસભા સંબોધવાના છે. તે સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં  આવશે તે દરમિયાન પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે હાજર રહી શકે છે. 


ભાજપ દ્વારા કરવામાં આવ્યા અનેક વાયદા!

મતદારોને રિઝવવા માટે ભાજપે કર્ણાટકમાં 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરી છે. તેમજ નગર નિગમના દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાનું વચન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોર્ડને લઈ પણ  જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં  આવી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ મતદારોને શું વાયદાઓ કરે છે?      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે