ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલના જૂના વિડીયો વાયરલ થયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:54:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે એક બાદ એક નેતાઓના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. અને ગુજરાતમાં માંનો જૂન વિડિયો વાઇરલ કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ ત્યાર બાદ ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલનો પણ વિડીયો શેર કરવામાં આવ્યો છે.


કયો વિડિયો થયો વાઇરલ !!!!!

ચૂંટણી નજીક આવતા જુના વિડીયો શેર થવા લાગ્યા છે જેમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું રાજીનામું પણ લેવામાં આવ્યું હતું. ત્યારે બાદ ગોપાલ ઇટાલિયાના પણ વિડીયો વાઇરલ થયા જેમાં ઇટાલિયાની દિલ્હીમાં પૂછપરછ થઈ અને હવે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે અને કહ્યું કે કેજરીવાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે “દેશદ્રોહી” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તમે એક નજર નાખો હવે કેજરીવાલે શું જવાબ આપવાનો છે? અને આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલ બોલે છે કે  મોદીએ આતંકવાદી સાથે સેટિંગ કર્યું છે. હવે તેની પોલ ખોલવાની જરૂરૂ છે. મોદી દેશદ્રોહી છે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે