લાહોરમાં આપેલા નિવેદન બાદ જાવેદ અખ્તરે કહ્યું કે, ભારત પરત ફર્યો ત્યારે મને લાગ્યું કે હું વર્લ્ડ વોર 3 જીતી ગયો છું


  • Published By :
  • Published Date : 2023-02-25 15:47:46

પાકિસ્તાનમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલિવુડના ગીતકાર જાવેદ અખ્તર સામેલ થયા હતા જેમાં તેમણે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. લાહોરમાં આયોજીત ફૈઝ ફેસ્વિટલમાં સામેલ થયા બાદ 26 નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાન આતંકીઓને આશરો આપી રહ્યું છે તે વાતની નિંદા કરી હતી. ત્યારે ફરી એક વખત જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાનના પ્રવાસ બાદ તેમણે એક ચેનલમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય.


લાહોર જઈ 26-11 હુમલાનો કર્યો હતો ઉલ્લેખ  

લાહોરમાં આયોજીત ફેઝ ફેસ્ટિવલથી પાછા આવ્યા બાદ જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. ફેસ્ટિવલમાં મુબંઈમાં થયેલા 26-11 આતંકી હુમલાની નિંદા કરી હતી. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે આ હુમલો કરનારા લોકો હજુ પણ તમારા દેશમાં આઝાદીથી ફરે છે અને આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં છે પણ આ વાત સાંભળીને તમને ખરાબ ન લાગવું જોઈએ. આ વાત જ્યારે જાવેદ અખ્તર કહી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી હતી. પરંતુ આ નિવેદન બાદ તેમની ટિકાઓ પણ થવા લાગી હતી. ત્યારે આ નિવેદન બાદ ફરી જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. 

    

ત્રીજું વિશ્વ યુદ્ધ જીતીને આવ્યો છું - જાવેદ અખ્તર 

પાકિસ્તાનના પ્રવાસથી પરત આવ્યા બાદ જાવેદ અખ્તરે એક ખાનગી ન્યુઝ ચેનલમાં હાજરી આપી હતી જેને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાની પ્રવાસની વાત કરતા તેમણે કહ્યું કે કોઈ પણ દેશ ધર્મથી નથી બનતો, પહેલી વાત એ છે કે પાકિસ્તાન દેશ બનવો જોઈએ જ નહીં. પાકિસ્તાનનું બનવુંએ માનવ ઈતિહાસની સૌથી મોટી ભૂલ છે. જો કોઈ પુસ્તક લખવામાં આવે કે માણસે તેના ઈતિહાસમાં એવી 10 ભૂલો શું કરી છે, તો તેમાં પાકિસ્તાન પણ એક હશે. જાવેદ અખ્તરે કહ્યું હતું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય. મને ઘણા કોલ્સ અને મેસેજ આવવા લાગ્યા હતા. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.