કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો થઈ રહ્યો છે AAPમાં વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-05 10:51:34

ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીની પસંદગી મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. નામની ઘોષણા થયા બાદ આમ આદમી પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.      


ઈસુદાનના નામની જાહેરાત થયા બાદ જોવા મળી નારાજગી

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત આપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની પસંદગી કરી છે. તેમનું નામ જાહેર થતા અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. 


ઈન્દ્રનીલના ફોટો પર ફેરવ્યો કૂચડો

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. કોંગ્રેસમાં જવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં તેમને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ પાર્ટી કાર્યાલય બહાર લાગેલા હોર્ડિંગ પર પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. કાર્યકરોએ ઈન્દ્રનીલના ફોટો પર કાળા કલરનો કૂચડો મારી દીધો હતો.


ઈન્દ્રનીલે કરી કોંગ્રેસમાં ઘરવાપસી

ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઘોષિત કરાતા રાજ્યગૂરૂએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ થયેલા ઈન્દ્રનીલે કાલે જ આમ આદમી પાર્ટીનો સાથ છોડી કોંગ્રેસનો હાથ થામી લીધો હતો. જે બાદ આપમાં ઈન્દ્રનીલનો વિરોધ થઈ રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ હોર્ડિંગ પર લાગેલા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂના ફોટા પર કાળો કૂચડો મારી દીધો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે