મધુ શ્રીવાસ્તવ બાદ ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો ખુલ્લેઆમ ચેતાવણી આપતો વીડિયો વાયરલ થયો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 16:12:37

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે માહોલ ગરમ થઈ ગયો છે આ દરમિયાન ગુજરાતમાં નેતાઓ સભાઓ યોજી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ નેતાઓ સતત દિવસ રાત એક કરી રહ્યા છે. આ દરમિયાન અમરેલીના રાજુલમાં ભાજપના ઉમેદવાર હિરા સોલંકીનો વિવાદીત વિડીયો સામે આવ્યો છે. હીરા સોલંકી વિડિયોમાં ધમકી આપતા જોવા મળી રહ્યા છે."આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓને કોઈના બાપથી આ વખતે, કોઈના બાપથી બીતા નહી, અહી હીરા સોલંકી બેઠા છે".


ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે .રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો વિવાદીત વિડીયો વાયરલ થયો છે. જાફરાબાદની ગ્રામીણ સભામાં હીરા સોલંકીએ જોઈ લેવાની ધમકી આપતા કહ્યું કે, એક વાત આપના ધ્યાન પર મૂકવાની છે, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓને કોઈના બાપથી આ વખતે, કોઈના બાપથી બીતા નહી, અહી હીરા સોલંકી બેઠા છે. ધાકધમકી આપવા વાળા નીકળ્યા છે ને એ બધાના ડબ્બા ગુલ કરી કરી નાખીશ, માહોલ ડહોળવા નીકળ્યા છે ત્યારે સમાજે ધ્યાન રાખવું પડે, તમે ખાલી જાફરાબાદનુ સાચવી લેજો, બાકી બધું મારા પર મૂકી દો. ભાજપ ખૂબ સારા મતે જીતવા જઈ રહ્યું છે, માહોલ ડહોળવાનો પ્રયત્ન જે કરતા હોય તેમને કરવા દેજો ચૂંટણી પછી ઈ છે ને હું છું.


કોણ છે હીરા સોલંકી 

રાજુલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. તેમજ ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ છે. 20 વર્ષ સુધી હીરા સોલંકીએ રાજુલા વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષો પહેલા મુંબઇથી પહેલી વખત ચૂંટણી લડવા આવ્યાં ત્યારે હીરા સોલંકી અને પુરષોતમ સોલંકી બંનેની 'ભાઈ' તરીકેની છાપ હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે