Social Media પર Nana Patekarનો વીડિયો વાયરલ થયા બાદ અભિનેતાએ માગી માફી, જણાવ્યું કઈ પરિસ્થિતિમાં બની આ ઘટના...


  • Published By :
  • Published Date : 2023-11-16 10:14:55

સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં  નાના પાટેકર સેલ્ફી લેવા આવેલા ફેનને ટપલી મારે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે ફિલ્મની શુટિંગ દરમિયાન એક વ્યક્તિ નાના પાટેકર સાથે સેલ્ફી લેવા આવે છે. યુવાન ફિલ્મની શુટિંગ વચ્ચે આવ્યો જેને કારણે નાના પાટેકરે તેને ટપલી મારી તેવું અનુમાન લોકો લગાવી રહ્યા હતા, વીડિયો વાયરલ થયા બાદ નાના પાટેકર ટ્રોલ પણ ઘણા થઈ રહ્યા હતા. લોકોમાં નાના પાટેકરને લઈ રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા નાના પાટેકરે આ અંગે ખુલાસો કર્યો છે જેમાં તેઓ તે વ્યક્તિની માફી માગી રહ્યા છે. 

નાના પાટેકરનો વીડિયો થઈ રહ્યો હતો વાયરલ

જે વીડિયો નાના પાટેકર દ્વારા શેર કરવામાં આવ્યો છે તેમાં નાના પાટેકરે કહ્યું કે 'એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેં એક છોકરાને માર્યો છે. જોકે આ સિક્વન્સ અમારી ફિલ્મનો ભાગ છે, અમે રિહર્સલ કર્યું હતું. અમે શરૂઆત કરવા જ હતા ત્યારે વીડિયોમાં દેખાતો છોકરો અંદર આવ્યો. મને ખબર ન હતી કે તે કોણ છે, મને લાગ્યું કે તે અમારા જૂથમાંથી એક છે તેથી મેં તેને ટપલી મારી. પાછળથી, મને ખબર પડી કે તે ક્રૂ મેમ્બરનો ભાગ નથી. અમે તેને બોલાવ્યો પણ ત્યાં સુધી તે ભાગી ગયો હતો. મહત્વનું છે કે ફિલ્મની શુટિંગ દરમિયાનનો તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે