બોરવેલની ઘટના બાદ Praful Panseriyaએ શિક્ષકોને આ જવાબદારી ઉપાડવા કરી વિનંતી, જાણો ખુલ્લા બોરવેલ અંગે શું કરવા કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-05 13:34:49

થોડા દિવસ પહેલા અઢી વર્ષની માસુમ બાળકી એન્જલ બોરવેલમાં પડી ગઈ હતી. નાના ગામડાઓમાં અનેક વખત બોરવેલ બનાવવામાં આવતા હોય છે પરંતુ તેને પૂરવામાં ન આવતા આવી દુર્ઘટના સર્જાય છે અને કોઈ  માસુમ પોતાનું જીવન ખોઈ બેસે છે. ત્યારે પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં તેમણે બિન ઉપયોગી બોરવેલ હોય તો પૂરવા માટે ગામજનોને સમજાવવામાં આવે. જો બિન ઉપયોગી બોરવેલ  હોય તો શોધી ગુરૂજનોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતી છે. 

Devbhoomi Dwarka: Operation Angel Successful, Baby Girl Saved After 8 Hours  Of Labor | Dwarka News: રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવી ન શકાઈ,  સારવારમાં મોત

અઢી વર્ષની બાળકીએ ગુમાવ્યો હતો પોતાનો જીવ 

દેવભૂમિ દ્વારકાથી થોડા દિવસ પહેલા એક કરૂણ ઘટના સામે આવી હતી. અઢી વર્ષની બાળકીએ રમતા રમતા પોતાનો જીવ બોરવેલમાં પડી જતા ગુમાવી દીધો. બાળકીને બચાવવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ મેદાનમાં ઉતરી હતી. કલાકોની મહેનત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાની સફળતા મળી હતી પરંતુ સારવાર દરમિયાન તે દીકરીએ અંતિમ શ્વાસ લીધા. તે બાદ પરિવારમાં તેમજ લોકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી.નાના નાના ગ્રામડાઓમાં અનેક વખત આવા અનેક બોરવેલ બનાવવામાં આવતા હોય છે. બોરવેલ તો બનાવાઈ દેવાય છે પરંતુ તેને પૂરવામાં નથી આવતા તેને ઢાંકવામાં નથી આવતા. 

પ્રફુલ પાનસેરીયાએ શિક્ષકોને કરી આ વિનંતી 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત આવી દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ માસુમે પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને વિનંતી કરતો એક પત્ર લખ્યો છે કે દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે