ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ એકાએક જાગ્યુંં, હારના કારણો શોધવા લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-04 16:31:56

ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાયુ હતું અને આઠમ ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. ત્યારે કોંગ્રેસને આ ચૂંટણીમાં 182માંથી 17 સીટ મળી હતી. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીએ ત્રણ લોકોની કમિટીની રચના કરી છે જે હારના કારણો શોધશે અને રિપોર્ટ પાર્ટીને સોંપશે.

  

કોંગ્રેસે કરી ત્રણ સભ્યોના કમિટીની રચના 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. 182 બેઠકોમાંથી ભાજપને 156 સીટ મળી હતી. આપને 5 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રેસ મનોમંથન કરી રહી છે. કયા કારણોસર ગુજરાતમાં હારનો સામનો કરવો પડ્યો તે અંગે તપાસ કરવા કોંગ્રેસે ત્રણ લોકોની કમિટીની રચના કરી છે. જે હાર અંગેના રિપોર્ટ પાર્ટીને આપશે. આ સભ્યોમાં નીતિન રાઉત, સપ્તગીરી શંકર અને શકિલ અહમદ ખાનનો સમાવેશ થાય છે.   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.