બિપોરજોય વાવઝોડું તો પસાર થઈ ગયું, પરંતુ બનાસકાંઠાની આવી હાલત કરતું ગયું, જુઓ તારાજીની તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-19 17:46:43

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાંથી તો વાવાઝોડું તો ગયું પરંતુ લોકોને રડાવતું ગયું. વાવાઝોડું પરંતુ પોતાની પાછળ નુકસાની સર્જીને ગયું છે. અનેક જિલ્લાઓમાં ચક્રવાતને લઈ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વાવાઝોડા બાદ બનાસકાંઠાની હાલત અતિશય ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોઈએ કુદરતે સર્જેલી આફતની તસવીરોને... 

   




બિપોરજોય વાવાઝોડાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાએ જાણે બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા.  અનેક ઘરોની છતો ઉડી ગઈ હતી. બિપોરજોયનું રિપોર્ટિંગ જ્યારે જમાવટની ટીમે કર્યું ત્યારે જમાવટના કેમેરામાં નુકસાનીની તસવીરો કેદ થઈ હતી. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક લોકોએ પશુધન પણ ગુમાવ્યું છે. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે