સેશન્સ કોર્ટ બાદ હવે HCએ પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી, જાણો શું કહ્યું હાઈકોર્ટે


  • Published By :
  • Published Date : 2023-12-04 19:37:21

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વાસવાની મુશ્કેલી વધી છે. ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે  ચૈતર વસાવાને મોટો ઝટકો આપતા તેમની આગોતરી જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે  વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોતાની ધરપકડથી બચવા ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. 


ગુજરાત સરકારે જામીનનો કર્યો વિરોધ 


ગુજરાત હાઇકોર્ટે વનકર્મીઓને માર મારવાનાં કેસમાં હાઇકોર્ટે ચૈતર વાસવાને રાહત આપવા ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, કયા અધિકાર હેઠળ ધારાસભ્યએ વનકર્મીઓને બોલાવ્યા હતા?, આ કેસને લઇને હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, તો વળી, જામીન અરજી નામંજૂર થતા જ ચૈતર વસાવાએ વકિલ દ્વારા રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. જો કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશનનો કેસ છે અને સરકારી કર્મચારીઓના માર મારવાનો ગંભીર કેસ છે તેથી વસાવાની અરજી નામંજૂર કરવામાં આવે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વનક્રમીઓને આ રીતે બોલાવી અને ધમકી આપવી તે શું આવું કામ તેમને શોભે છે? 


અગાઉ સેશન્સ કોર્ટે જામીન કર્યા હતા નામંજુર

 

ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી આ પહેલા પણ ના મંજૂરી થઇ ચૂકી છે, અગાઉ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે. જમીન સંબંધિત આ કેસમાં વનકર્મીઓને માર મારવાના અને જાહેરમાં ગોળીબાર મામલે ધારાસભ્ય અને તેમની પત્ની સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધાયેલો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે