ઉત્તરાયણ બાદ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું, અટકળો તેજ બનતા ગરમાયું રાજકારણ


  • Published By :
  • Published Date : 2024-01-11 09:39:01

ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ઉથલ પાથલ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ શકે છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, રાજીનામું આપનાર ધારાસભ્ય હતા કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી. બંને ધારાસભ્યોએ અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું. એ સમયગાળા દરમિયાન લાગતું હતું કે વધુ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ ઘણા સમયથી રાજીનામાના દોર પર વિરામ હતો પરંતુ ફરી એક વખત ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવું લાગતું હતું કે આપના કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ વખતે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી શકે છે ઉત્તરાયણ પછી અને કેસરિયો ધારણ કરી શકે છે.

Aam Aadmi Party MLA Bhupat Bhayani Resigns, Joins BJP | આમ આદમી પાર્ટીનાં  ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું Gujarat - Trishul News  Gujarati - Trishul News Gujarati

ઉત્તરાયણ બાદ રાજીનામું આપી કેસરિયો કરી શકે છે ધારણ 

મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ પદ ઉપરથી રાજીનામું આપે તેવી સંભાવના છે. ઉત્તરાયણ બાદ તે રાજીનામું આપી શકે છે ઉપરાંત ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવું અનુમાન છે. ત્યારે ધારાસભ્ય પોતાનું રાજીનામું આપે છે કે નહીં તે તો સમય બતાવશે. મહત્વનું છે કે હજી સુધી જે બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તેમના રાજીનામા વખતે એટલે જ્યારે ધારાસભ્ય રાજીનામા આપવા વિધાનસભા અધ્યક્ષની કેબિનમાં ગયા હતા ત્યારે ભરત બોઘરા હાજર હોય છે, ત્યારે આ વખતે તે હાજર હશે કે નહીં તે જોવું રહ્યું..     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.