શાકભાજી બાદ હવે ફ્રૂટનો વારો! પેટ્રોલ તેમજ ડિઝલ કરતાંય મોંઘા થયા ફ્રૂટ! ઉપવાસ સમયે ભાવ વધતા ખોરવાયું બજેટ


  • Published By :
  • Published Date : 2023-07-19 13:08:59

વરસાદને કારણે અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  ટામેટાના ભાવમાં તો વધારો નોંધાઈ જ રહ્યો છે પરંતુ હવે તો દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થતો હોય છે કોઈ વખત દૂધના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે શાકભાજીના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. આદુ 350 કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, તો ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે હવે ફૂટ પણ આ કેટેગરીમાં આવી ગયા છે. ફળફળાદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. શાકભાજીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે ફ્રૂટના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ કરતા પણ મોંઘું શાકભાજી મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે તેમજ બિપોરજોય વાવાઝોડાને કારણે પાક પર ગંભીર અસર પડી છે. ઉત્પાદન ઘટ્યું છે જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. માર્કેટમાં મળતા શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 100 રુપિયે કિલો, ભીંડા  120  રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. રવૈયા 120 રુપિયે કિલો, ટામેટા 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ફ્લાવરનો ભાવ 160 રુપિયે કિલો મળી રહ્યા છે. ત્યારે હવે શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો જોવા મળે છે. 


ફળફળાદીના ભાવ પણ પહોંચ્યા આસમાને 

ગઈકાલથી અધિક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક લોકો આ સમય દરમિયાન ઉપવાસ રાખતા હોય છે. ત્યારે અધિક માસ બાદ શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ત્યારે ઉપવાસના સમય દરમિયાન ફળફળાદીના ભાવમાં વધારો નોંધાતા અધિક ખર્ચો કરવો પડશે. કારણ કે ફળોના ભાવમાં વધારો નોંધાયો છે.  સફરજનના ભાવની વાત કરીએ તો 320 રૂપિયે કિલો મળી રહ્યા છે, મોસંબીના ભાવ 499 (10 કિલો) પર પહોંચ્યા છે. ગ્રીન દ્રાક્ષના ભાવ 210 રુપિયે મળી રહ્યા છે.તડબૂચ 40 રુપિયે મળી રહ્યા છે. મહત્વનું છે કે પહેલા લોકો હોલસેલમાં શાકભાજી ખરીદતા હતા ત્યારે હવે લોકો છૂટક શાકભાજી ખરીદી રહ્યા છે. શાકભાજી તેમજ ફળોનું ઉત્પાદન ઘટવાને કારણે ભાવમાં ભડકો નોંધાયો છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. દાડમ 300 રુપિયે મળી રહ્યું છે. મહત્વનું છે કે ફળોમાં ભાવ વધારાથી ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે