અમદાવાદમાં તુટેલા માર્ગો અને ભુવા પુરવા પાછળ AMCએ 14 કરોડનો ખર્ચ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:15:57

અમદાવાદમાં ચોમાસાના ચાર મહિનામાં રસ્તાની શું હાલત થઈ તેનાથી શહેરનીજનો સારી રીતે વાકેફ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ખાડા અને  ક્યાંક ક્યાંક  મસમોટા ભૂવા પડ્યા હતા. લોકોને આ ઉબડખાબડ રસ્તાથી હજુ પણ રાહત મળી નથી. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના દાવો છે તંત્રે આ તુટેલા રસ્તાઓના સમારકામ પાછળ 14 કરોડનો ખર્ચો કર્યો છે.


કોન્ટ્રાક્ટરોની મુદ્દત પુરી થતાં AMCએ ખર્ચ કરવો પડ્યો


અમદાવાદમાં વરસાદી પાણીના કારણે 35000 ખાડા અને 96 ભુવા પડ્યા છે. રોડ પરના ખાડા અને ભુવાના સમારકામ પાછળ AMC એ કર્યો 14 કરોડનો માતબર ખર્ચ કર્યો છે. રોડ કમિટી ચેરમેને દાવો કર્યો કે, તૂટેલા રોડ પૈકી મોટાભાગના રોડ 2019ની સાલ પહેલા બનેલા છે. કોન્ટ્રાક્ટરની મુદ્દત ત્રણ વર્ષ હોવાના કારણે રોડના સમારકામનો ખર્ચ AMC એ ઉઠાવવો પડશે. ટોરેન્ટ, BSNL,રિલાયન્સ જેવી કંપનીઓના ખોદકામના કારણે પણ અનેક રોડ ઉપર સમારકામ કરવા જરૂરી બન્યા હોવાનું રોડ કમિટી ચેરમેને કબુલ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે