જિજ્ઞેશ મેવાણીને કોર્ટે ફટકારી 6 મહિનાની સજા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 17:52:44

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને 6 મહિનાની સજા ફટકારી છે. 2016માં બનેલી ઘટનાનો ચૂકાદો આપતા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 લોકોને 6 મહિનાની સજા કરી છે. 

કેમ કરવામાં આવી સજા?

ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને બાબા સાહેબ આંબેડકર નામ આપવાની માગ સાથે જિજ્ઞેશ મેવાણીએ ઉગ્ર આંદોલન કર્યું હતું. વિજય ચાર રસ્તા પર રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. રસ્તો બંધ થવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડને લાંબા સમય સુધી બંધ રખાતા પોલીસે જિજ્ઞેશ મેવાણી સહીત 19 લોકોની અટકાયત કરી હતી અને કેસ ચલાયો હતો. ત્યારે કોર્ટનો ચુકાદો આવતા જિજ્ઞેશ મેવાણીએ લખ્યું કે आंदोलनकारियों को सज़ा और बलात्कारियों को रिहाई.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે