અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ-DRIની મોટી સફળતા, ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્ર્ગ્સનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-10-22 17:43:13

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ઔરંગાબાદમાં આવેલી ફેક્ટરીમાંથી 500 કરોડ રૂપિયાના કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ  જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું તેવી ત્રણ કંપનીઓ પર રેડ પાડી હતી. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRI દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ડ્રગ્સ કેસમાં હાથ ધરાયેલું મેગા ઓપરેશન સફળ રહ્યું છે.

 

ત્રણ લોકોની ધરપકડ કરાઈ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક ફેક્ટરીમાં કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે DRIની મદદ લીધી હતી. એક્શન પ્લાન મુજબ બંને ટીમો ઔરંગાબાદ પહોંચી અને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં તપાસ શરૂ કરી. ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ ત્રણ અલગ-અલગ કંપનીઓને પકડી પાડી જેમાં દવાઓનું ઉત્પાદન થતું હતું. તપાસ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.


સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ રૂ. 200 કરોડનું ડ્રગ્સ અને રૂ. 300 કરોડનો કાચો માલ સાથે કુલ રૂ. 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ફેક્ટરીમાં બનતી દવાઓ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવતી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલમાં જ્યાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તેની તપાસમાં વ્યસ્ત છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાયા બાદ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે