Ahmedabad DEOએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, આવતાની સાથે જ શિક્ષકોને જમા કરાવી પડશે આ વસ્તુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 14:51:01

શિક્ષણ વિભાગ ઘણા સમયથી એવા નિર્ણયો લઈ રહ્યું છે તે બિરદાવવા જેવું છે. સ્કૂલોમાં ભણાવતા શિક્ષકો અનેક વખત ચાલુ ક્લાસમાં મોબાઈલ ફોન વાપરતા દેખાય છે. છોકરાનોને જે કરવું હોય તે કરે, પરંતુ તે તો પોતાની મસ્તીમાં એટલે કે મોબાઈલમાં જ ઘૂસેલા દેખાતા હોય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રિસેસ સિવાય મોબાઈલ ફોન ન વાપરવા અંગે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.   

શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો નહીં કરી શકે મોબાઈલનો ઉપયોગ 

મોબાઈલના ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો તો ઠીક પરંતુ નાના બાળકો પણ મોબાઈલના આધીન જોવા મળી રહ્યા છે. જો જમતી વખતે તેમને મોબાઈલ ન મળે તો તે જમતા નથી. જોબ કરતા અનેક લોકો એવા હોય છે જે વર્કિંગ અવર્સ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા દેખાય છે. મોબાઈલનો ઉપયોગ કરી ટાઈમ પાસ કરવામાં આવતો હોય છે. કામના કલાકો દરમિયાન શિક્ષકો પણ મોબાઈલ વાપરતા દેખાય છે. એવા અનેક વીડિયો સામે આવતા હોય છે આ વાતને સાચી સાબિત કરે છે. પરંતુ જો તમે અમદાવાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો તમે ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન મોબાઈલ ફોન નહીં વાપરી શકો. 



શાળામાં પ્રવેશતાની સાથે પ્રિન્સિપલને જમા કરાવવો પડશે ફોન 

અમદાવાદના ડીઈઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે જ્યારે શિક્ષક શાળામાં પ્રવેશ કરશે, ત્યારે તેમને પોતાનો ફોન જમા કરાવવો પડશે. સ્કૂલના પ્રિન્સિપલને ફોન આપવાનો રહેશે.જ્યારે રિસેસ ટાઈમ હશે ત્યારે જ તેઓ ફોન વાપરી શકશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરતા પકડાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે