Ahmedabad : સામાન્ય માણસની જેમ Social Media પર પોલીસ પણ એક્ટિવ! જોખમી સ્ટંટ કરનાર રિક્ષા ચાલકને શિખવાડ્યો સબક....


  • Published By :
  • Published Date : 2024-02-20 16:12:05

સોશિયલ મીડિયા પર અનેક લોકો સ્ટંટના વીડિયો અપલોડ કરતા હોય છે. રીલના ચક્કરમાં કોઈ વખત છુટ્ટા હાથથી વાહન ચલાવે છે તો કોઈ વખત ગાડીમાં બેસી ફાયરિંગ કરે છે. એવા અનેક વીડિયો આપણી સામે આવ્યા હશે જેને જોઈ આપણને લાગે કે આવા સ્ટંટ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ગુજરાત પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. આવા સ્ટંટ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓઢવ રિંગ રોડ પર જોખમી સ્ટંટ કરતા રિક્ષા ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રિક્ષા ચાલક પાસે લાયસન્સ કે કાગળો પણ સાથે ન હતા.

રિક્ષા ચાલકો અનેક વખત બેફામ બની ચલાવતા હોય છે રિક્ષા!

જેમ આપણે સોશિયલ મીડિયા પર અપડેટ રહેતા હોઈએ છીએ. રીલ્સ અપલોડ કરતા હોઈએ છીએ પરંતુ આપણી સાથે સાથે પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે.  સામાન્ય રીતે રસ્તા પર સ્ટંટ કરતા અનેક લોકો આપણને રસ્તા પર જોવા મળતા હોય છે. રિક્ષા ચાલકો પણ બેફામ બનીને રસ્તા પર રિક્ષા ચલાવતા હોય છે. એવી રીતે રિક્ષા હંકારતા હોય છે જે જોઈને આપણને ડર લાગે કે આ ચાલક અકસ્માત ના સર્જે તો સારૂ. આવા સ્ટંટ કરતા અનેક લોકોને કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે. 


પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે કાયદાકીય પગલા!

સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટ પોસ્ટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક એવા વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે જેમાં આવા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પગલા લેવાયા હોય છે. Before અને Afterના વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે. એક વીડિયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં એક યુવા રિક્ષા ચાલક જોખમી સ્ટંટ કરી રહ્યા હતો. મળતી માહિતી અનુસાર અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર સ્ટંટ કરતા એક રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો હતો. તે રિક્ષા ચાલક પાસે લાયસન્સ ન હતું ઉપરાંત કાગળો પણ ના હતા. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તે સ્ટંટ કરી રહ્યો હતો.



વાહન ચલાવતી વખતે કરીએ કાયદાનું પાલન!   

મહત્વનું છે કે અકસ્માતના એટલા બધા કિસ્સાઓ આપણી સામે છે કે આપણા પરિવારના સભ્યોને ટેન્શન થઈ જાય જ્યારે આપણે ઘરની બહાર જઈએ ત્યારે. અનેક વખત વાંક આપણો હોય નહીં પરંતુ કોઈ બીજાની ભૂલને કારણે અન્ય કોઈને સજા મળતી હોય છે. સ્ટંટ કોઈ કરે અને સ્ટંટની સજા કોઈ બીજા ભોગવે છે. ન માત્ર તે વ્યક્તિ પરંતુ તેના પરિવારના સભ્યો પણ તેની સજા ભોગવવા મજબૂર બને છે. ત્યારે આવા સ્ટંટ કરતા લોકોથી સાવધાન રહીએ! જ્યારે આપણે વાહન ચલાવીએ ત્યારે કાયદાનું પાલન કરીએ.... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે