અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં થશે FIR, પોલીસકર્મીને મળશે રૂ. 200 ઈનામ


  • Published By :
  • Published Date : 2023-12-22 20:50:59

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામપણે દારૂનું વેચાણ અને પીવાય પણ થાય છે. હવે 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ દારૂની તસ્કરી વધી છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી દારુ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે.  તેમાં પણ દારૂ ઢીંચીને લોકો ડ્રાઈવિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસ  કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે.


અમદાવાદ પોલીસ કમિશનરે શું આદેશ કર્યો?


31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા દારૂ ઢીંચીને બેફામ વાહન હંકારતા લોકોને પકડવા કમર કરી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે, જે હાલ શહેરમાં ચર્ચાનું વિષય બન્યો છે. અમદાવાદ પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમની સામે FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી તેમની વિરૂધ્ધ કેસ કરશે અને તે પકડનારા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે. આમ હવે જો અમદાવાદ શહેરમાં જો કોઈ  દારૂ પીધેલો ઝડપાશે અથવા દારૂ પીને વાહન ચલાવતો દેખાશે તો તેની ખેર નથી. હવે પોલીસને આ કામ કરવા બદલ ઈનામ પણ મળવાનું હોવાથી તે વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે