અમદાવાદ પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર, એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરની બદલી, જુઓ યાદી


  • Published By :
  • Published Date : 2023-08-29 20:43:07

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યા બાદ એક્શન મોડમાં આવી ગયા છે.  જી.એસ. મલિક દ્વારા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે.  શહેરમાં કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોમાંથી ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં એક સાથે 50થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જી.એસ મલિક દ્વારા વહીવટી કારણોસર 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી નાંખવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. આ ઉપરાંત પોલીસ બેડામાં લિવ રિઝર્વમાં રહેલા 28 જેટલા ઈન્સ્પેક્ટરોને નિમણૂંક આપવામાં આવી છે. 



આ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ બદલી


અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં હાલ ફરજ બજાવતા જે.બી અગ્રાવતને બદલી કરીને ટ્રાફિકમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર.એચ સોલંકીને સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા વી.જે.ચાવડાની બદલી ચાંદખેડા કરવામાં આવી છે, જ્યારે ચાંદખેડામાં ફરજ બજાવતા વી.એસ. વણઝારાને સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે એમ.સી ચૌધરીની વાસણા ખાતેથી બદલી કરીને PCBમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બી.જી. ચેતરિયાને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં ફોજદારી બદલીનો લીથો બહાર પડશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે