અમદાવાદની સાબરમતી પોલીસે શકુનીઓ ઝડપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 10:11:59

અમદાવાદ પોલીસના સાબરમતી પોલીસ મથકે સાબરમતીના રેલવે કોલોની વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામમાં રેડ પાડીને 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાબરમતી પોલીસે 12 લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં 3 લોકો વોન્ટેડ છે. 


જુગારધામમાં 10 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ પોલીસે જુગારધામમાં રેડ પાડીને 12 લોકોને ઝડપી પાડ્યા હતા. સાબરમતી વિસ્તારના ગુરુદ્વારા પાછળના રેલવે કોલોનીમાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં મોટો જુગારધામ ચાલી રહ્યો છે. જુગારધામમાંથી પોલીસને 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી જે પોલીસે જપ્ત કરી હતી. આ સિવાય પોલીસે 70 લાખની કિંમતના 14 મોબાઈલ, 7 લાખનું એક ફોરવ્હીલ અને 80 હજારની કિંમતના 3 ટુવ્હીલ ઝડપી પાડ્યા હતા. 


3 જુગારીઓ વોન્ટેડ બોલે છે

સાબરમતી પોલીસે જુગારધામમાંથી 12 લોકોને પકડી પાડ્યા હતા. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી, તેનો પાર્ટનર અને જુગારધામ માટે સરકારી ક્વાર્ટર ભાડે આપનાર 1 રેલવે કર્મચારી હાલ વોન્ટેડ છે. 

મામલાની ગંભીરતા જોઈ DGPએ લીધો ત્વરિત નિર્ણય    

જુગારધામ પકડાતા આ અંગે ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના DGPએ પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર અને PSI વી.એ. પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  ઉપરાંત આ કેસમાં IPSની પૂછપરછ પણ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ PSI દર્શન એજન્સીના વહીવટદાર હોય તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ IPSનો વહીવટદાર હતો. આ કેસમાં જુગારધારા તથા IPCની કલમો 406, 409 ઉપરાંત આખા કાંડમાં ષડયંત્રનો ગુનો પણ ઉમેરાયો છે. આવો કેસ ગુજરાતમાં પ્રથમ વખત બન્યો છે. ઉપરાંત રેલવે ડિસમિસ કર્મચારીએ જ સરકારી કર્વાટર્સ બાબુ દાઢીને આપ્યું હતું તેવું સામે આવ્યું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે