અમદાવાદની સોલા પોલીસે બે બુટલેગરો સામે નોંધી ફરિયાદ, દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-12-27 22:37:28

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા એસ જી હાઈવે પર ચાલતા દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસે તવાઈ બોલાવી છે. દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો વિરૂધ્ધ સોલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ દાખલ થઈ છે. સોલા પોલીસે દારૂના અડ્ડા પરથી મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.  


બે આરોપી વિરૂધ્ધ ફરિયાદ


અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ છે. દારૂનું વેચાણ કરતા મિનેશ કનુભાઈ પટેલ ઉ.વ 33 રહેઠાણ, મંદિરવાળો વાસ સોલા ગામ તથા અન્ય એક આરોપી સુનિલભાઈ સોમાભાઈ રાવળ ઉ.વ 34 રહેઠાણ, ચાલી નંબર-2 લક્ષ્મણગઢનો ટેકરો પાવાપુરી,ઘાટલોડિયા અમદાવાદ સામે કાર્યવાહી કરી છે. આ આરોપીઓ સામે પોહિબિશન એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


પોલીસના પ્રયાસો છતાં દારૂનું વેચાણ


સોલા અને એસ જી હાઈવેની આસપાસ ધમધમી રહેલા દારૂના અડ્ડા સામે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દારૂના અડ્ડાઓ પર રેડ પાડી બુટલેગરોને પકડે પણ છે. તેમ છતાં પણ રીઢા બુટલેગરો જામીન પર જેલમાંથી છુટીને તેમનો દારૂના વેચાણનો ધંધો કરાવામાં ફરી પ્રવૃત થઈ જાય છે. સોલા પોલીસે આ વિસ્તારમાં અનેક વખત રેડ પાડીને દારૂનું વેચાણ બંધ કરાવ્યું છે પણ  બુટલેગરો અન્ય સ્થળોએથી દારૂનો ધંધો ફરી શરૂ કરી દેતા હોય છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે