Ahmedabad : સપ્ટેમ્બર મહિનો યુવાનો માટે રહ્યો ભારે! 108ની ટીમને કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા આટલા કોલ


  • Published By :
  • Published Date : 2023-10-06 11:56:44

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણી સમક્ષ એવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા જનક છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં 108ની ટીમને હાર્ટ એટેકને લગતા અનેક ફોન કોલ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર અમદાવાદ શહેરમાં કાર્ડિયાક ઈમરજન્સીના 190થી વધુ કોલ્સ 108ની ટીમને આવ્યા છે. 



યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતા વધારી 

અવાર-નવાર લોકોને આપણે કહેતા સાંભળ્યા હોય છે કે ભવિષ્યની ચિંતા ઓછી કરી વર્તમાન ક્ષણમાં જીવવું જોઈએ. જીવનનો કોઈ ભરસો નથી. આજ ક્ષણમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ અને આવતી ક્ષણ આપણા જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. તે આપણે જાણતા નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં સાજો દેખાતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતા વધારી શકે છે કારણે અનેક શહેરોથી એવા આંકડા સામે આવ્યા છે.  



1900થી વધારે આવ્યા 108ને કાર્ડિયાક ઈમરજન્સીના કોલ!

અમદાવાદની વાત કરીએ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ કાર્ટિક એટેકના 1900થી વધારે કોલ 108 ઈમરજન્સી ટીમને આવ્યા છે. એનો મતલબ કે 60 જેટલા કોર્લસ પ્રતિદિન ઈમરજન્સી ટીમને માત્ર સપ્ટેમ્બર મહિનામાં આવ્યા છે. 1910 જેટલા કોલ જ તો માત્ર  કાર્ડિયાક ઈમરજન્સીના આવ્યા છે. આ આંકડો ચિંતાજનક છે. તે સિવાય રાજકોટથી પણ આંકડો સામે આવ્યો છે જે મુજબ છેલ્લા એક મહિનામાં 450થી વધારે કેસ હાર્ટ એટેકના નોંધાયા છે. 108 ઈમરજન્સી ટીમને 450થી વધારે કોલ આવ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 


ગઈકાલે પણ એક યુવાને ગુમાવ્યો જીવ 

છેલ્લા થોડા દિવસોમાં જ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે સુરતમાં એક વ્યક્તિનું મોત ગરબા રમતા રમતા થઈ ગયું હતું જ્યારે એની પહેલા પણ આવો કિસ્સો જામનગરથી સામે આવ્યો હતો. ત્યાં 49 વર્ષીય છોકરો ગરબાની પ્રેક્ટિસ દરમિયાન ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. આવા તો અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં સાજો દેખાતો માણસ ક્યારે પણ ઉકલી જાય છે.


રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર હાજર રહેશે મેડિકલ ટીમ 

થોડા દિવસો નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. ગરબા માટે તો ખેલૈયાઓ ઉત્સાહિત હોય છે ત્યારે ગરબા રમતી વખતે જો કોઈ ઈમરજન્સી સર્જાય તો લોકોને સારવાર મળી રહે તે માટે રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ હાજર રહેશે તે ઉપરાંત 108ની ટીમ પણ વહેલી તકે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાએ ચિંતા વધારી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે