AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીની સુરતની સભામાં લાગ્યા ‘મોદી-મોદી’ના નારા


  • Published By :
  • Published Date : 2022-11-14 14:57:51

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આ વખતે બે નવા પક્ષો AAP અને AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી પણ તેમની પાર્ટી AIMIMના ઉમેદવાર માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે રવિવારે રાત્રે સુરતમાં એક ચૂંટણી સભામાં હાજરી આપી હતી. જો તે તે વખતે તેમના વિરોધમાં કાળા વાવટા અને ‘મોદી-મોદી’ ના નારા લગાવવામાં આવ્યા હતા. 


યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા


હૈદરાબાદથી AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સ્ટેજ પર આવ્યા તે વખતે જ સભામાં હાજર રહેલા કેટલાકકેટલાક યુવાનોએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં મોદી-મોદીના નારા લગાવ્યા અને હોબાળો શરૂ કર્યો. ઓવૈસીની મુલાકાતના વિરોધમાં તેઓએ કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવાનોમાં કેટલાક મુસ્લિમો પણ હતા. આ યુવાનોમાંથી કેટલાકે કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે