અખિલ ભારત હિંદુ મહાસભાએ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 11:23:04

અખિલ ભારત હિંદુ મહાસભાએ શાહિ મસ્જિદ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ તેમજ બાળ ગોપાલનો અભિષેક કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. તેમજ એક્સટ્રા ફોર્સ પણ લગાવી દીધી છે. અને મહાસભાના અધિકારીઓની ધરપકડ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. અંદાજીત પોલીસે પાંચ પદાધિકારીઓને નજરકેદ કરી દીધા છે.

 

જન્મસ્થળ તેમજ ઈદગાહની આસપાસ વધારાઈ સુરક્ષા 

અખિલ ભારત હિન્દુ મહાસભાએ કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈજગાહ વિસ્તારમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત થયા બાદ મામલો ગંભીર ન બને તે ઈજગાહ પાસે હિન્દુ મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા એકદમ વધારી દેવામાં આવી છે. સમગ્ર ક્ષેત્રને ચાર જોન, આઠ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે ઉપરાંત સીસીટીવીથી ચાંપતી નજર પણ રાખવામાં  આવી રહી છે. 

કૃષ્ણજન્મ સ્થળે આવેલી મસ્જિદમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસા વાંચવાનું એલાન, પોલીસ છાવણીમાં ફેરવાયુ મથુરા

મહાસભા જન્મસ્થળ પર પહોંચવાનો કરી રહી છે દાવો 

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જાહેરાત થયા બાદ અનેક સાધુ-સંતો તેમજ સનાતન ધર્મને માનવા વાળા મથુરા આવી રહ્યા છે. પોલીસે મહાસભાના અનેક અધિકારીઓને નજર કેદ કરી દીધા છે પરંતુ તેમનું માનવું છે કે મહાસભાના સેંકડો કાર્યકરો કૃષ્ણ જન્મભૂમિ તેમજ ઈદગાહ પર જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરશે. જન્મસ્થળ સુધી જતા તમામ રસ્તાઓ મંગળવારથી લઈ બુધવાર સવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા માત્ર થોડાક જ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.