આવી રહી છે અક્ષય કુમારની ફિલ્મ! આ તારીખે રિલીઝ થશે OMG2! સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-06-09 13:21:07

સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મને લઈ જાહેરાત કરી છે. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. ફિલ્મને સારો રિસ્પોન્સ તેમજ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ આવી રહી છે. પહેલા ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી શકે છે તેવું તેમના પોસ્ટ ઉપરથી લાગી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ તેમજ પંકજ ત્રિપાઠી જોવા મળશે. 

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થશે રિલીઝ!

OMG ફિલ્મ વર્ષ 2012માં આવી હતી. તે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો ત્યારે 11 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ આવી રહી છે. શુક્રવારે અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે તેમાં જણાવામાં આવ્યું છે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. 


ભગવાન શંકરના અવતારે જોવા મળશે અક્ષય કુમાર!

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે લખ્યું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો 11 ઓગસ્ટે. સાથે જ  એક્ટરે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શંકરના અવતારમાં જોવા મળશે. અક્ષય કુમાર સિવાય ફિલ્મ અંગેની માહિતી યામી ગૌતમે પણ શેર કરી છે. યામી ગૌતમે લખ્યું કે તારીખ લોક છે. OMG2 11 ઓગસ્ટ 2023એ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ત્યાં મળીએ! આ પોસ્ટને જોતા દર્શકોમાં ઉત્સુક્તા વધી છે. ઓહ માય ગોડ 2 માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે