એક જ દિવસે રિલીઝ થશે આલિયા અને રણવીરની ફિલ્મ, જાણો આલિયાની કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:53:50

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આલિયા ભટ્ટ અને રણવીરની પુત્રી રાહાના  જન્મ બાદ આ પ્રથમ ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની છે. આલિયાની હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની રિલીઝ ડેટ બહાર પાડવામાં આવી છે. 11 ઓગસ્ટ 2023ના રોજ આ ફિલ્મ આવવાની છે. ત્યારે આ જ દિવસે રણવીરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. 


11 ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ  

થોડા મહિના પહેલા આલિયા ભટ્ટે અને રણવીર કપૂરને ત્યાં દિકરીનો જન્મ થયો હતો. હાલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આલિયા ભટ્ટ બીજી વખત માં બનવાની છે. આ બધા વચ્ચે 11 ઓગસ્ટના રોજ રાહાના મમ્મી પપ્પા વચ્ચે મોટા પડદા પર કાંટાની ટક્કર થવાની છે. બંનેની મૂવી એક જ દિવસે રિલીઝ થવાની છે. 


રણવીરની ફિલ્મ પણ થઈ રહી છે રિલીઝ 

આલિયા ભટ્ટની પ્રથમ હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન રિલીઝ થવા જઈ રહી છે. ગયા વર્ષે આલિયા ભટ્ટે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.  નેટફ્લિક્સ પર આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ જ દિવસે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા બનાવામાં આવી છે. તેમના ચાહકો મોટા પડદા પર તેમની જોડીને જોવા ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે બંનેની ફિલ્મ આવી રહી છે પરંતુ તેમની ફિલ્મો સામ-સામ આવશે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે