આપણે સૌ કેટલા સંવેદનશીલ છીએ ?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:12:06

દેશમાં આજે જે રીતે બળાત્કારની ઘટનાઓ બની રહી છે તે  એક ગંભીર ચિંતાનો વિષય છે. હજારો કેસ આજે દેશની વિવિધ અદાલતોમાં પડેલા છે.

ઉતરપ્રદેશની ૧૧ વર્ષીય છોકરી સાથે થયેલા અમાનવીય કૃત્ય સામે અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા એક વિવાદાસ્પદ ચુકાદાએ લોકોને વિચારતા કરી દીધા.પીડિતાના ગુપ્તભાગને પકડવો અને તેના પાયજામાંની દોરી છોડવાને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહિ આ ચુકાદા બાદ “વી ધ વુમન ઓફ ઇન્ડિયા” દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી  આ અરજીની સાથે સુપ્રીમ કોર્ટે પોતે સુઓમોટો અરજી દાખલ કરી હતી. અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા આ ચુકાદા બાદ આખા દેશમાં વિરોધના સુર ઉઠ્યા. દેશના સામાન્ય લોકો થી લઈને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત પદ સાંભળનાર સૌએ એક સૂરમાં આ ચુકાદાને વખોડી કાઢ્યો હતો.        

જસ્ટિસ બી.આર.ગવઈ અને એન.જી.મસીહની બેન્ચે આ ચુકાદાને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો હતો. જસ્ટિસ બી.આર.ગવઈએ એમના નિવેદનમાં જણાવ્યું કે આ એક સગીર પર બળાત્કારનો કેસ હતો તે એક ગંભીર બાબત છે. અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા અંગે સખ્ત શબ્દોમાં એમણે વિરોધ નોધાવ્યો હતો. આ અવલોકન બદલ  એમને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.   

આ કોઈ એક ઘટના નથી જયાં આ રીતે દોષીઓની તરફેણમાં ચુકાદો આવ્યો હોય પરંતુ કેટલાક એવા પણ કિસ્સા છે જે દોષીઓને માટે સબક સમાન બન્યા છે.

અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે!અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે! શું આપણે સંવેદનશીલ છીએ? આપણી આસપાસ થતા અન્યાયને સામે આપણે શું કરીએ છીએ? જો કોઈને મદદની જરૂર હોય તો હાથ લંબાવીએ છીએ કે પછી કેમરો ઓન કરી ફક્ત શૂટ કરીને જવાબદારી પૂરી કરીએ છીએ? આવા કેટલાય જવાબ આપણે જાતને અને સમાજે પોતાને આપવાના છે.   






ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .